સોની ટીવીએ કપિલ શર્માનો શો બંધ કર્યો; શિલ્પાનો ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ

મુંબઈ – સોની ટીવીએ કોમેડિયન-એક્ટર કપિલ શર્માના નવા શો – ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્માને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કપિલ શર્માના અનપ્રોફેશનલ વલણને કારણે સોની ટીવીએ આ નિર્ણય સોમવારે લીધો હતો.

ચેનલે આ શોના માત્ર ત્રણ એપિસોડ જ બતાવ્યા છે અને હવે એને બંધ કરી દેવાનું નક્કી કરી દીધું છે.

ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા શોને ગઈ 25 માર્ચે લોન્ચ કરવામાં આવ્યો હતો.

એ પહેલાં કપિલનો અગાઉનો શો – ધ કપિલ શર્મા શો ગયા વર્ષે બંધ કરી દેવામાં આવ્યો હતો.

શિલ્પા શિંદેનો ટ્વિટર એકાઉન્ડ સસ્પેન્ડ

દરમિયાન, કપિલ શર્માને એની જૂની ગર્લફ્રેન્ડ તથા એક પત્રકાર સાથે થયેલા વિવાદમાં કપિલ શર્માનો સપોર્ટ કરનાર અભિનેત્રી તથા બિગ બોસ-11ની વિજેતા શિલ્પા શિંદેનો ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
શિલ્પાનાં ભાઈ આશુતોષ શિંદેએ એક ટ્વીટમાં લખ્યું છે કે કંઈક ગડબડ થઈ હોવી જોઈએ. મને હાલ કંઈ ખબર નથી, કારણ કે હું મારા કામમાં ખૂબ જ વ્યસ્ત છું.

ભાભીજી ઘર પર હૈ ટીવી સિરિયલની ભૂતપૂર્વ અભિનેત્રી શિલ્પાએ કપિલ શર્માના ટેકામાં ટ્વીટ કર્યું હતું અને પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર કપિલ માટે એક હૃદયસ્પર્શી મેસેજ મૂક્યો હતો. એમાં શિલ્પાએ કપિલને કહ્યું હતું કે તું તારી સમસ્યાઓનો આંતરિક રીતે ઉકેલ લાવ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]