મુંબઈઃ સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત હાલમાં જ રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી હિન્દી ફિલ્મ ‘ગદર 2’ની સફળતાની ઉજવણી કરવા સની દેઓલે મુંબઈમાં યોજેલી પાર્ટીમાં તેના અનેક સહ-કલાકારોએ હાજરી આપી હતી.
પાર્ટીમાં ત્રણ ટોચના ખાન અભિનેતાઓએ પણ હાજરી આપી હતી – શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન. શાહરૂખ તેની પત્ની ગૌરી ખાન સાથે આવ્યો હતો. સલમાન પાર્ટીમાંથી વહેલો જતો રહ્યો હતો. શાહરૂખ અને આમિરે બાદમાં સની દેઓલ સાથે ફોટા પડાવ્યા હતા.
