કંગનાની ફિલ્મ ‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ

કંગના રનૌત બોલિવૂડની બોલ્ડ ક્વીન છે. તે ઘણીવાર કોઈને કોઈ મુદ્દા પર બોલતી જોવા મળે છે. કંગના તેના નિવેદનો જેટલી જ તેની ફિલ્મો માટે પણ ફેમસ છે. કંગના રનૌત ‘ચંદ્રમુખી 2’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં તેના લુક બાદ હવે ‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ફેન્સમાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

 

કંગના હંમેશા પોતાની જોરદાર એક્ટિંગથી ફેન્સનું દિલ જીતે છે. ‘ચંદ્રમુખી 2’ની અભિનેત્રીનો ફર્સ્ટ લૂક 5 ઓગસ્ટે જ રિલીઝ કરવામાં આવ્યો હતો. લોકોને કંગનાનો ચંદ્રમુખી લુક ઘણો પસંદ આવ્યો હતો. આ હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. કંગના સ્ક્રીન પર તેના શાર્પ વલણમાં જોવા મળે છે. કંગના અને રાઘવ લોરેન્સની ‘ચંદ્રમુખી 2’નું ટ્રેલર આખરે રવિવારે ચેન્નાઈમાં ખૂબ જ ધૂમધામ સાથે રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં લીડ રોલમાં કંગના ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી વેટ્ટાયન રાજાના દરબારમાં નૃત્યાંગનાની ભૂમિકા ભજવી રહી છે, જે પોતાની સુંદરતા અને નૃત્ય કૌશલ્ય માટે શાહી દરબારમાં જાણીતી બની રહી છે. ચંદ્રમુખીની સુંદરતા અને નૃત્ય જોઈને સૌ કોઈને ધાક લાગે છે.

‘ચંદ્રમુખી 2’ નું ટ્રેલર એક મોટા સંયુક્ત પરિવાર સાથે શરૂ થાય છે જેઓ એક સમસ્યા ઉકેલવાના ઈરાદા સાથે હવેલીમાં રહેવા આવે છે. પરિવારને અગાઉથી જાણ કરવામાં આવે છે કે હવેલીની દક્ષિણ બાજુએ ન જવું કારણ કે ચંદ્રમુખી ત્યાં રહે છે. ચંદ્રમુખીની વાર્તા 17 વર્ષ પછી નવો વળાંક લે છે. એક રાજા અને તેની દરબારી નૃત્યાંગના ચંદ્રમુખીની 200 વર્ષ જૂની વાર્તા વર્તમાન સાથે આવે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના સિવાય રાધિકા સરથકુમાર, વાડીવેલુ, લક્ષ્મી મેનન, મહિમા નામ્બિયાર, સૃષ્ટિ ડાંગે, રવિ મારિયા અને સુરેશ મેનન પણ મહત્વના રોલમાં છે.