પીઢ હિન્દી-ફિલ્મ અભિનેતા મિથિલેશ ચતુર્વેદી (67)નું નિધન

મુંબઈઃ ‘ગદરઃ એક પ્રેમકથા’, ‘કોઈ મિલ ગયા’, ‘રેડી’, જેવી હિન્દી ફિલ્મોના અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. એમને હૃદયની બીમારી હતી. આજે સવારે એમણે અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. ચતુર્વેદીને દસ દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને શ્વાસની પણ તકલીફ હતી અને એમની સારવાર ચાલુ હતી. આજે સવારે 4.00 વાગ્યે એમણે આખરી શ્વાસ લીધો હતો, એમ તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ કહ્યું.
ચતુર્વેદીએ ‘તાલ’, ‘ફિઝા’, ‘અશોક’, ‘બંટી ઔર બબલી’, ‘ક્રિશ’, ‘ગુલાબો સિતાબો’ અને હર્ષદ મહેતા પર આધારિત વેબસીરિઝ ‘સ્કેમ 1992’માં પણ અભિનય કર્યો હતો. મિથિલેશ ચતુર્વેદીના પરિવારમાં એમના પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]