સારા તેંડુલકર ચમકશે રૂપેરી પડદા પર

મુંબઈઃ દંતકથાસમાન ક્રિકેટર ભારત રત્ન સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરના સોશિયલ મિડિયા પર અઢળક પ્રશંસકો છે. તે ઓલરેડી સેલિબ્રિટી બની ગઈ છે. સારાને અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં રસ પડ્યો હોવાનું કહેવાય છે અને તે ટૂંક સમયમાં જ હિન્દી ફિલ્મમાં ચમકીને બોલીવુડમાં પદાર્પણ કરશે. સારા અમુક બ્રાન્ડ્સની જાહેરખબરોમાં અગાઉ ચમકી ચૂકી છે.

બોલીવુડ લાઈફના સૂત્રની જાણકારી મુજબ, સારા ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કરશે. એને તેનાં જીવનમાં પસંદગીઓ કરવામાં પિતા સચીન અને માતા અંજલિ, બંનેનો કાયમ સાથ મળતો રહ્યો છે. સારાએ લંડન યુનિવર્સિટીમાં મેડિસીનનું ભણી છે. તે છતાં આ 24-વર્ષની સ્ટાર-પુત્રીને ગ્લેમર જગતમાં કારકિર્દી બનાવવામાં વધારે રસ છે.

(તસવીર સૌજન્યઃ સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]