દુનિયાનો કુલ લશ્કરી ખર્ચ $2.1-ટ્રિલિયન; ભારત ટોપ-થ્રીમાં…

સ્ટોકહોમ (સ્વીડન): દુનિયાભરના દેશો દ્વારા સૈન્ય પાછળ થતા ખર્ચનો કુલ આંક 2.1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વર્ષ 2021 માટે આ આંકડા રિલીઝ કર્યા છે. તેણે એમ પણ કહ્યું છે કે દુનિયામાં લશ્કરી ખર્ચ કરનાર ટોચના ત્રણ દેશ છે – અમેરિકા, ચીન અને ભારત.

સ્ટોકહોમ સ્થિત સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું છે કે કુલ વૈશ્વિક સૈન્ય ખર્ચ 2021માં 0.7 ટકા વધીને 2113 અબજ ડોલર થયો હતો. 2021માં દુનિયામાં સૈન્ય પાછળ ખર્ચ કરનાર ટોચના પાંચ દેશો છે – અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયા. આ પાંચ દેશોના ખર્ચનો આંકડો કુલ ખર્ચના 62 ટકા થવા જાય છે.