મુંબઈ – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રૂપેરી પડદા પર ભારતના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનીને આવી રહ્યો છે. પીએમ મોદીના જીવનના અમુક હિસ્સા પર આધારિત હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ ‘મેરી કોમ’ ફિલ્મ બનાવનાર ઓમંગ કુમારે બનાવી છે.
ટ્રેલર લોન્ચ પ્રસંગે વિવેક વડા પ્રધાન તરીકેના પોશાકમાં જ સજ્જ થઈને આવ્યો હતો. એની સાથે ફિલ્મના તમામ કલાકારો પણ હાજર રહ્યાં હતાં.
ફિલ્મ આવતી પાંચમી એપ્રિલે રિલીઝ થવાની છે.
આ ફિલ્મ માત્ર 38-દિવસમાં જ પૂરી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીને કારણે પણ આ ફિલ્મને ઝડપથી પૂરી કરી ચૂંટણી શરૂ થાય એ પહેલાં જ રિલીઝ કરી દેવામાં આવી રહી છે.
વિવેક ઓબેરોયે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘મોદી હૈ તો મુમકિન હૈ.’
આ ફિલ્મ સામે કોંગ્રેસ પાર્ટીએ વાંધો દર્શાવ્યો છે અને એની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. પાર્ટીએ એ માટે પત્ર પણ લખ્યો છે.
ફિલ્મના અમુક ભાગનું શૂટિંગ હજી ચાલુ છે અને વિવેક સીધો સેટ પરથી જ પત્રકાર પરિષદમાં આવ્યો હતો.
આ ફિલ્મ 70mm સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મમાં બમન ઈરાની, મનોજ જોશી, બરખા બિશ્ટ, ઝરીના વહાબ, રાજેન્દ્ર ગુપ્તા જેવા અન્ય કલાકારો પણ છે.
ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોયે કર્યું છે.
(તસવીરોઃ દીપક ધુરી)
જુઓ ટ્રેલર…
httpss://youtu.be/X6sjQG6lp8s