એક્ટિંગ નહીં, પણ ‘નાક’ને કારણે શાહરુખનું નસીબ બદલાયું

મુંબઈઃ શાહરુખ ખાનને બોલીવૂડમાં બાદશાહ ખાન પણ કહેવામાં આવ્યા છે. શાહરુખ ખાન 56મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. તેનો જન્મ બીજી નવેમ્બર, 1965એ દિલ્હીમાં થયો હતો, પણ શાહરુખને એ નહોતી ખબર કે દિલ્હીથી મુંબઈ સુધીની સફરે તેને દેશનો સૌથી મોટો સ્ટાર બનાવી દેશે. બોલીવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સની લિસ્ટમાં શાહરુખનું નામ ટોપ પર છે. જોકે શાહરુખને સ્ટાર બનાવવાનું સૌથી મોટું કારણ તેનું ‘નાક’ હતું. તેના ‘નાક’ને કારણે શાહરુખને પહેલી ફિલ્મ મળી હતી. આ વાતનો ખુલાસો ખુદ શાહરુખે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

શાહરુખ ટીવીની ટીવીની લોકપ્રિય શોમાં કામ કરી રહ્યો હતો. એ દરમ્યાન તેણે ફિલ્મોમાં નસીબ અજમાવવાનું વિચાર્યું. 1991માં હેમા માલિનીની ફિલ્મ ‘દિલ આશના હૈ’થી શાહરુખને બોલીવૂડમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તે સપોર્ટિંગ એક્ટર તરીકે નજરે પડ્યો હતો.હેમા માલિનીએ શાહરુખને જણાવ્યું હતું કે તેને આ ફિલ્મ તેની એક્ટિંગમાં વધુ નામને કારણે મળી છે. હેમાએ ત્યારે તેને કહ્યું હતું કે તારું ‘નાક’ બધાથી અલગ છે અને આ ‘નાક’ને કારણે તને આ તક મળી છે.   

શાહરુખે ભૂતકાળમાં ખુલાસો કર્યો હતો કે તેને તેનું ‘નાક’ પસંદ નથી અને તે તેનું મોટું ‘નાક’ બધાથી છુપાવતો હતો, પરંતુ તેને માલૂમ નહોતું કે તેનું નસીબ તેના ‘નાક’ને લીધે બદલાઈ ગયું હતું.

શાહરુખે બોલીવૂડમાં 25 વર્ષ પૂરાં થવા પર SRK-25 યર્સ ઓફ લાઇફ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં તેણે બધી નાની વાતોનો ઉલ્લેખ કર્યો છે.