રાજકારણમાં હમણાં જોડાવું નથીઃ કંગના રણોત

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણૌતે કહ્યું છે કે પોતે રાજકારણ ક્ષેત્રમાં ઘેરી દિલચસ્પી ધરાવે છે, પરંતુ વ્યાવસાયિક રીતે એમાં પ્રવેશ કરવાની હાલમાં તેની કોઈ યોજના નથી.

35 વર્ષીય કંગનાએ ગઈ કાલે અહીં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટની મુલાકાત લીધી હતી. એ વખતે પત્રકારો સાથેની વાતચીતમાં એણે કહ્યું કે હાલમાં તો હું મારી ફિલ્મી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવાની છું. હાલ હું મારી ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત છું. મેં મારી ઉંમરના 16મા વર્ષે ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી અને ખૂબ સંઘર્ષ કર્યા બાદ આ સ્તરે પહોંચી છું. મને રાજકારણમાં રસ છે, પરંતુ એમાં પ્રવેશ કરવાનો હાલમાં મારો કોઈ પ્લાન નથી. હું દેશભક્ત છું અને કાયમ એવા લોકોનું સમર્થન કરીશ જેઓ આપણા દેશ માટે સારું કામ કરતાં હોય, પછી એ ભલે ગમે તે રાજકીય પક્ષનાં હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]