વડોદરા પોલીસે ‘લવરાત્રિ’ના કલાકારો – આયુષ-વારિનાને દંડ ફટકાર્યો

વડોદરા – ફિલ્મી કલાકારો અનેક વાર નિયમોનો ભંગ કરતા હોય છે, પણ દંડ ભરવામાંથી છટકી જતા હોય છે. પણ નવોદિત બોલીવૂડ કલાકારો આયુષ શર્મા અને વારિના હુસૈન છટકી શક્યાં નથી.

વડોદરા પોલીસે બંનેને દંડ ફટકાર્યો છે. આગામી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ની રોમેન્ટિક જોડી આયુષ-વારિનાએ તાજેતરમાં વડોદરાના રસ્તા પર મોટરબાઈક પર સફર કરી હતી. આયુષ બાઈક ચલાવતો હતો અને વારિના એની પાછળ બેઠી હતી. એ વખતે બંનેએ હેલ્મેટ પહેરી નહોતી. પોલીસે બંનેને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નવા ટ્રાફિક કાયદા અનુસાર, બાઈક-સ્કૂટર ચલાવનાર તથા એની પાછળ બેસનાર, બંનેએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.

આયુષ અને વારિના એમની ફિલ્મના પ્રમોશનલ કાર્યક્રમ માટે વડોદરા આવ્યા ત્યારની આ વાત છે.

વડોદરા પોલીસે મામલાને ગંભીરતાથી લઈને બંનેને એક મેમો તેઓ જે હોટેલ ખાતે ઉતર્યાં હતાં ત્યાં ઈસ્યૂ કર્યો હતો.

‘લવરાત્રિ’ ફિલ્મ આવતી પાંચ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

(જુઓ ‘લવરાત્રિ’ ફિલ્મના ‘હે રંગલો… હો રે છોગાળા તારા…’ ગીતનો વિડિયો)

httpss://youtu.be/BzcKINXf-rs