મોંઘીદાટ મોટરકારોની શોખીન કિયારા અડવાની

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાની એની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલભૂલૈયા-2’ની સફળતાથી ખુશ છે. એની નવી ફિલ્મ આવી રહી છે – ‘જુગ જુગ જિયો’. આ અભિનેત્રી વિશે જાણવા જેવી બીજી ખાસ વાત એ છે કે એની પાસે એક-બે નહીં, પણ ચાર લક્ઝરી કાર છે. જેમાં ઔડી-A8L, મર્સિડીઝ-બેન્ઝ E-સીરિઝની E220Dથી લઈને બીએમડબલ્યુ X5નો પણ સમાવેશ થાય છે. આટલી બધી મોંઘીદાટ મોટરકારો રાખનાર કિયારા બોલીવુડમાં જૂજ કલાકારોમાંની એક છે. કિયારાએ બોલીવુડમાં તેની કારકિર્દી 2014માં, ‘ફુગલી’ ફિલ્મથી કરી હતી.

કિયારાએ ગયા વર્ષના ડિસેમ્બરમાં ડીલક્સ ઔડી-A8L ખરીદી હતી. જેની કિંમત આશરે રૂ. એક કરોડ 58 લાખ થાય છે.

મર્સિડીઝ-બેન્ઝ E220D કાર એણે આશરે રૂ. 71.79 લાખમાં ખરીદી હતી. આ કારની ટોપસ્પીડ પ્રતિ કલાક 240 કિ.મી.ની છે. એ માત્ર 7.4 સેકંડમાં જ પ્રતિ કલાક 0-100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે.

કિયારા ઘણી વાર બીએમડબલ્યુ કંપનીની સીરિઝ-5ની BMW X5 મોડેલ કારમાં ફરતી જોવા મળી છે. આ લક્ઝરી સેડાનની કિંમત રૂ. 77.90 લાખ છે. તે ઉપરાંત એની પાસે BMW 530D પણ છે, જેની કિંમત રૂ. 74.50 લાખ છે.