કોમેડિયન કપિલ શર્મા પિતા બન્યો, એની પત્ની ગિન્નીએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈ – લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા અને એની પત્ની ગિન્ની ચતરાથ માતા-પિતા બન્યાં છે. ગિન્નીએ બાળકીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે.

કપિલ શર્માએ આ સમાચાર આજે ટ્વિટર પર જાહેર કર્યા હતા.

એણે લખ્યું હતું: ‘અમને પુત્રીરત્ન પ્રાપ્ત થયું છે. આપનાં આશીર્વાદની જરૂર છે. જય માતા દી.’

કપિલ અને ગિન્નીએ ગયા વર્ષના ડિસેંબરમાં લગ્ન કર્યા હતા. એમનાં લગ્ન જલંધરમાં પંજાબી વિધિ પ્રમાણે યોજવામાં આવ્યા હતા.

‘કપિલ શર્મા શો’નાં સંચાલક કપિલે તે પિતા બન્યાના સમાચાર સોશિયલ મિડિયા પર મૂક્યા બાદ અનેક ફિલ્મી સિતારાઓએ એને અભિનંદન આપ્યા છે. એમાં ટાઈગર શ્રોફ, રકુલપ્રીત સિંહ, નુસરત ભરૂચા, કોમેડિયન સુનીલ ગ્રોવર, કિકુ શારદાનો સમાવેશ થાય છે.