ઓળખ્યો આને? આ એ જ કપિલ શર્મા છે, જાડો થઈ ગયો છે…

મુંબઈ – કોમેડિયન, એક્ટર કપિલ શર્મા આજકાલ એના વધી ગયેલા વજનને કારણે ઓળખાતો પણ નથી. એ મંગળવારે રાતે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો ત્યારે અમુક પ્રેસફોટોગ્રાફરોએ એને કેમેરામાં ઝડપી લીધો હતો. જોકે એ પહેલાં જ એણે ટ્વિટર પર પોતાના ચાહકોને જાણ કરી દીધી હતી કે એ જાડો થઈ ગયો છે.

કપિલ છેલ્લા અમુક મહિનાઓથી ગાયબ થઈ ગયો હતો. છેવટે હવે ફરી જાહેરમાં આવ્યો છે.

એક પત્રકારે એને જોયો ત્યારે એને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહોતો કે આ એ જ કપિલ શર્મા છે કે કોઈક બીજી વ્યક્તિ છે.

કપિલ શર્માએ નાદુરસ્ત તબિયતને કારણે એના શોનાં અનેક શૂટિંગ રદ કર્યા હતા. વધુમાં એક પત્રકાર સાથે એને ઝઘડો થઈ ગયો હતો.