‘ધડક’ ફિલ્મનું ટાઈટલ ગીત લોન્ચ કરાયું; જાન્વી, ઈશાનનો  મીઠો રોમાન્સ

મુંબઈ – કલાકાર તરીકે જાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની કારકિર્દીની પહેલવહેલી જ ફિલ્મ ‘ધડક’નું શિર્ષક ગીત આજે લોન્ચ કરવામાં આવ્યું છે. જાન્વી અને ઈશાનનાં યુવા પ્રેમી પાત્રો (પત્રી અને મધુર) વચ્ચેના સ્વીટ રોમાન્સને દર્શાવતું આ ગીત દર્શકોનું મન મોહી લે એવું આ ગીત છે.

આ ગીતમાં સ્વર છે અજય ગોગાવલે અને શ્રેયાસ ઘોષાલનો. જ્યારે સંગીત છે અજય-અતુલનું અને ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય.

આ ગીતનો વિડિયો 3 મિનિટ અને પાંત્રીસ સેકંડનો છે.

ફિલ્મના નિર્માતા કરણ જોહરે આજે ટ્વીટ કરીને આ ગીત રિલીઝ કર્યું છે.

ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થવાની છે.

httpss://youtu.be/qWnzMwT6SKo