ન્યુ યોર્કઃ હોલીવૂડ સ્ટાર જોની ડેપે બુધવારે તેમની ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડની વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા હાઇ પ્રોફાઇલ માનહાનિનો કેસ જીતી લીધો છે. જ્યુરીએ ગયા શુક્રવારે આ મામલે વિચારવિમર્શ શરૂ કર્યો હતો. જોની ડેપે પત્નીની સામે માનહાનિનો કેસ જીતી લીધો છે. સાત સભ્યોની બનેલી વર્જિનિયા જ્યુરીએ અભિનેત્રી એમ્બર હર્ડને 15 મિલિયન ડોલરની ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લાં છ સપ્તાહથી અભિનેતા જોની ડેપ અને તેની પત્નીની વચ્ચે માનહાનિ કેસને લઈને લાંબી પ્રક્રિયા ચાલી, જે પછી શુક્રવારે આ મામલે છેલ્લી દલીલો પછી અમેરિકાની ફેરટેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં જ્યુરીએ જોની ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટના ચુકાદા પર ડેપે એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યુરીએ મને મારી જિંદગી પરત આપી છે. હું તેમનો આભાર માનું છું. જ્યારે કોર્ટ ચુકાદો આપી રહી હતી, ત્યારે તેઓ ત્યાં હાજર નહોતા. ડેપે સોશિયલ મિડિયા પર આ ચુકાદાને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.
આ માનહાનિ કેસમાં જીત મળ્યા પછી હવે જોની ડેપને તેમની પત્ની વળતર તરીકે 15 મિલિયન ડોલરની ચુકવણી કરશે. જોની ડેપે ડિસેમ્બર, 2019માં ધ વોશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખ પર એમ્બર હર્ડની સામે કેસ દાખલ કર્યો હતો. હર્ડે જોની ડેપને ઘરેલુ હિંસા અને મારપીટ વ્યક્તિ જણાવી હતી. જેને કારણે હોલીવૂડમાં જોની ડેપને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું.જોની ડેપે એમ્બર હર્ડના આ નિવેદન પર માનહાનિનો કેસ કરતી વખતે 50 મિલિયન ડોલરની માગ કરી હતી.