નવી દિલ્હીઃ ‘ખતરો કે ખિલાડી 11’ શોમાં જોખમોથી રમવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પહેલા બે એપિસોડમાં પ્રતિસ્પર્ધીઓએ કેટલાંક જોખમી સ્ટંટ કર્યાં છે. દિવ્યાંક ત્રિપાઠી અને સના મકબૂલે એકદમ સરસ રીતે પોતપોતાના ટાસ્કને પૂરા કર્યા છે. જ્યારે નિક્કી તંબોલી દરેક વખતે સ્ટન્ટ કરવામાં નિષ્ફળ ગયો હતો.
રવિવારે શોનો બીજો દિવસ હતો અને બાકીના પ્રતિસ્પર્ધીઓએ પહેલો ટાસ્ક પૂરો કર્યો હતો. આ શોના પહેલા પાર્ટનર પ્રતિસ્પર્ધી બન્યા હતા, જેમાં વરુણ સુદ-મહેક ચહેલની જોડી બની તો વિશાલ આદિત્ય સિંહ-સના મકબૂલની સાથે સ્ટન્ટ કર્યા હતા. બંનેની જોડીઓએ 10-10 ફ્લેગ કાઢ્યા હતા, પણ ઓછો સમય લેવાને કારણે વરુણ સુદ અને મહક ચહલને ટાસ્કને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.
એ પછી રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને સના મકબૂલે વારો આવ્યો, ત્યારે પાણીમાં સ્ટન્ટ કરવાનો હતો, પણ એ ટાસ્કમાં વિશાલે અબોર્ટ કરી દીધો હતો. જ્યારે એ અન્ય ટાસ્કમાં નિક્કી તંબોલી અને અનુષ્કા સેનની વચ્ચે મુકાબલો હતો. બંનેને એક બોક્સમાં સૂવાનું હતું. તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તેમની ઉપર એક-એક પ્રાણીને રાખવામાં આવી રહ્યા હતા. તેમણે જણાવવાનું હતું કે એ કયું પ્રાણી છે. અનુષ્કાએ સારી રીતે એ ટાસ્ક કર્યું હતું, પણ નિક્કી તંબોલીએ ટાસ્કને અધૂરેથી છોડી દીધો હતો.
ટાસ્કમાં નિક્કી બહુ વધુ ડરી ગઈ અને અભિનવ શુક્લા તેની પાસે દોડીને આવી જાય છે. એ જોઈને રોહિત શેટ્ટીએ અભિનવને કહ્યું હતું કે દરેક ટાસ્કનો એક પ્રોટોકોલ છે. મને દરેક પ્રતિસ્પર્ધીની સૌથી વધુ ચિંતા છે. આ રીતે ટાસ્કની વચ્ચે નહીં આવવું જોઈએ.