ઐશ્વર્યા રાયે ‘પેન્નિયન સેલવન’નું પોસ્ટર શેર કર્યું

નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ‘ફન્ને ખાં’ ફિલ્મમાં આવી હતી. ઐશ્વર્યા રાય હવે મણિરત્નમની પિરિયડ મહાકાવ્ય ‘પોન્નિયિન સેલ્વન’ની સાથે આવવા તૈયાર છે. તેણે એ ફિલ્મનું એક પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું અને ખુલાસો કર્યો હતો કે પહેલો ભાગ 2022માં આવશે. તેણે લખ્યું હતું કે સ્વર્ણ યુગ જીવતો થવા જઈ રહ્યો છે. ઐશ્વર્યા રાયે સોશિયલ મિડિયા પર એ પોસ્ટર શેર કર્યા પછી એના ફેન્સમાં ઉત્સુકતા પેદા થઈ ગઈ છે અને એ પોસ્ટરને પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે.

આ ફિલ્મમાં વિક્રમ કાર્થી, જયરામ રવિ, તૃષા ક્રિષ્ણન અને મોહન બાબુ પણ છે. ઐશ્વર્યાની આગામી ફિલ્મને લઈને ફેન્સને લઈને ઘણા ઉત્સાહિત છે.

એક ફેન્સે તેને અભિનંદન આપતાં લખ્યું હતું કે 47 વર્ષની ઉંમરે તમે ભારતીય ફિલ્મની સૌથી મોંઘી ફિલ્મ કરી રહ્યા છો. ખરા અર્થમાં તમે ‘રાણી’ છો. એક પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું હતું કે વાઉ, ગ્રેટ. ખરેખર આ એક સ્વર્ણ યુગ છે. બીજાએ લખ્યું હતું કે સર્વશ્રેષ્ઠ ભેટ – જે ઐશ્વર્યા રાય બચ્ચન અમને આપી શકે છે. અમે બધા તમને પ્રેમ કરીએ છીએ, એમ એક ત્રીજી ફેન્સે લખ્યું હતું.

‘પોન્નિયિન સેલવન’ની શૂટિંગ ગયા સપ્તાહે પુડુચેરીમાં ફરીથી શરૂ થઈ હતી. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ થાઇલેન્ડ અને હૈદરાબાદમાં થઈ ચૂક્યું છે. ઐશ્વર્યા રાયે આ પહેલાં મણિરત્નમની ‘ગુરુ’, ‘રાવણ’ અને ‘ઇરુવર’માં કામ કર્યું છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]