હૃતિક રોશને મુંબઈમાં મેટ્રો ટ્રેનમાં સફર કરી; પ્રશંસકો સાથે સેલ્ફી લીધી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા હૃતિક રોશને આજે તેની લક્ઝરી કારને છોડીને મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું પસંદ કર્યું હતું. ટ્રેનમાં એને પ્રવેશેલો જોઈને પ્રવાસીઓ અને એનાં પ્રશંસકો ખુશખુશાલ થઈ ગયા હતા.

(તસવીર સૌજન્યઃ @iHrithik)

હૃતિક સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. અભિનેતાએ ઘણાય સાથે સેલ્ફી લીધી હતી. હૃતિકે એ તસવીરો બાદમાં પોતાના X પેજ પર શેર કરી હતી. એની સાથે સેલ્ફી લેનારાઓમાં છોકરીઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં હતી. પોતાનાં માનીતા ફિલ્મી સિતારાને ટ્રેનમાં આવેલો જોઈને છોકરીઓ આનંદમાં આવીને ચીસો પાડવા માંડી હતી.