હેલને ક્યારેય પરિવારને અલગ કર્યો નથીઃ અરબાઝ ખાન

મુંબઈઃ બોલીવૂડનો ખાન પરિવાર ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’ની જેમ છે. ભલે સલીમ ખાનની બે પત્નીઓ હોય, તેમ છતાં તેમના ઘરમાં બહુ પ્રેમ અને સ્નેહ છે. દરેક તહેવારમાં આ પરિવાર એકસાથે નજરે ચઢે છે. આ બોલીવૂડનો એક એવો પરિવાર છે, જ્યાં બે પત્નીઓની એકસાથે હોવા છતાં વિના કંકાસ હળીમળી રહે છે. આવામાં સલીમ ખાનના પુત્ર અરબાઝ ખાને એની બીજી માતા હેલેનની સાથે પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો હતો.

અરબાઝે કહ્યું હતું કે મારા પિતાએ ક્યારેય પણ હેલેન આંટીને અમારી પર થોપી નથી. તેઓ જાણે છે કે તેમનાં બાળકો માટે તેમની માતા કેટલી જરૂરી છે. મારી જિંદગીમાં એક વધુ ઔરત છે, પણ એ તેની જગ્યાએ છે. હેલેન આંટીએ પણ ક્યારેય પરિવારને અલગ કરવાના પ્રયાસ નથી. તેઓ બસ એ વાતથી ખુશ હતાં કે તેમના જીવનમાં કોઈક હતી, તેઓ જાણતાં હતાં કે તેમનો પોતાનો પરિવાર, પત્ની બાળકો છે અને તેઓ એમાં દખલ નહીં કરે.

તેણે કહ્યું હતું કે મારી માતા સાથે એ સમય મુશ્કેલ હતો, એ કોઈ પણ કારણ હોય, પરંતુ તેમણે સંભાળી લીધું. તેઓ બાળકો અને પરિસ્થિતિ સાથે સમજૂતી કરીને તેમણે નક્કી કર્યું હતું કે મારે આ વ્યક્તિ સાથે જ રહેવું છે. તેઓ મુશ્કેલીના દોરમાંથી પસાર થયા છે, અમે પણ અમારાં બાળપણના દિવસોમાં એ બધું જોયું છે, પણ એ સમય વીતી ગયો છે.

સલીમ ખા અને સલમાનાં ચાર બાળકો છે- સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને પુત્રી અલવીરા અગ્નિહોત્રી. સલીમ અને હેલનનાં કોઈ બાળકો નથી, પરંતુ તેમણે અર્પિતાને દત્તક લીધી છે. પરિવાર બર્થડે પર કે તહેવારો એક સાથે ઊજવે છે.