‘ગુડબાય’નું ટ્રેલર મંગળવારે આવશેઃ રશ્મિકા મંદાના

મુંબઈઃ દક્ષિણભાષી ફિલ્મોની ટોચની અભિનેત્રી રશ્મિકા મંદાના નવી હિન્દી ફિલ્મ ‘ગુડબાય’માં અભિનય કરતી જોવા મળશે. આ ફેમિલી-કોમેડી ફિલ્મનું નવું પોસ્ટર એણે આજે રિલીઝ કર્યું છે અને કહ્યું છે કે ટ્રેલર આવતીકાલે રિલીઝ કરાશે. ફિલ્મ આ વર્ષની 7મી ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

(તસવીર સૌજન્યઃ @iamRashmika)

વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત અને એકતા કપૂર, શોભા કપૂર દ્વારા નિર્મિત ‘ગુડબાય’માં રશ્મિકા ઉપરાંત અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર, પાવેલ ગુલાટી, શિવીન નારંગ, સાહિલ મહેતા, અભિષેક ખાન, એલી એવરામ, ટીટુ વર્મા, પાયલ થાપા, રજની બસુમતારી, હંસા સિંહ જેવા કલાકારો પણ છે. ફિલ્મમાં એક પિતા અને પુત્રીની હૃદયસ્પર્શી વાર્તા છે, જે દર્શકોને હસાવશે પણ ખરી અને લાગણીના વહેણમાં ખેંચી જઈ રડાવશે પણ ખરી.