બિગ Bના ‘જન્મદિવસે’ જાણો તેમનાં વિશે રોચક તથ્યો…

મુંબઈઃ શું બોલીવૂડના ‘શહેનશાહ’ વિશે પરિચય આપવાની જરૂર છે? ખરેખર નથી. ભારતીય ફિલ્મજગતના ઇતિહાસમાં તેમનું નામ મોટા સ્ટાર્સમાં અંકિત છે. તેમનું નામ ફિલ્મજગતની દીવારો પર સુવર્ણ અક્ષરે લખેલું છે. તેમણે બોલીવૂડ જગતમાં અપાર લોકચાહના મેળવી છે. 1970-80ના દાયકામાં તેઓ સુપરસ્ટાર્સમાંના એક હતા. તેઓ ફિલ્મી પડદે તો મોટા સ્ટાર્સ છે, પણ તેઓ ફિલ્મ પ્રોડ્યુસર અને ટેલિવિઝન હોસ્ટ પણ છે. આજે તેમના જન્મદિને તેમના ફેન્સ બેશુમાર શુભેચ્છાઓ આપી રહ્યા છે.

તેમના ઘર ‘જલસા’ પાસે તેમના દર્શન કરવા ફેન્સ અચૂક પહોંચી જાય છે. તેમણે તેમના બ્લોગમાં એક વાર કહ્યું હતું કે તેઓ તેમના દાદા –પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવના અવતાર છે. જોકે તેમની કેટલીક અજાણી બાબતો તેમના વિશે નથી જાણતા એ આ મુજબ છે….

  • અમિતાભે ફિલ્મપ્રવેશ પહેલાં રેડિયો જોકી બનવાના પ્રયાસ કર્યા હતા, પણ ઓલ ઇન્ડિયા રેડિયો-દિલ્હીએ તેમને નકારી કાઢ્યા હતા. આ ઉપરાંત તેમને તેમની ઊંચાઈને કારણે ફિલ્મોમાંથી પહેલા ઓડિશનમાં જાકારો મળ્યો હતો.
  • 1982માં ‘કુલી’ ફિલ્મના સેટ પર તેમનો અકસ્માત થયો હતો. એ વખતે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી, પણ તેઓ તેમાંથી બહાર આવ્યા હતા.
  • એક સમયે તેઓ નાદારીના આરે પહોંચ્યા હતા, જેથી તેમણે યશ ચોપરાને નોકરી માટે પણ પૂછ્યું હતું, પણ તેમને એ વખતે ‘મહોબ્બતે’ મળી હતી.
  • તેઓ બંને હાથે લખી શકે છે.
  • તેમણે તેમનો અવાજ 20 ફિલ્મોમાં આપ્યો છે.
  • તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ ઘણી સીઝનથી કરી રહ્યા છે.
  • તેમને ફિલ્મ ક્ષેત્રે આપેલા અમૂલ યોગદાન બદલ સરકાર તરફથી 1984માં પદ્મશ્રી, 2001માં પદ્મભૂષણ અને 2015માં પદ્મવિભૂષણના એવોર્ડ આપવામાં આવ્યા છે.