બોલીવૂડ-એક્ટર બોબી દેઓલે ‘ટર્નિંગ પોઇન્ટ’નો ખુલાસો કર્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટર બોબી દેઓલ કેરિયરના સૌથી સારા દોરમાં છે. તેણે 90ના દાયકામાં કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો (બરસાત, ગુપ્ત, સૈનિક) આપી હતી. એ પછી બીજા તબક્કામાં તે સિરિયસ રોલથી દર્શકોના દિલમાં છવાઈ ગયો. વર્ષ 2000ના દાયકાના પ્રારંભ હતો, ત્યારે તેણે બાદલ, બિચ્છુ, અજનબી અને હમરાજ જેવી સુપર હિટ ફિલ્મો આપી હતી. આટલી સફળતા છતાં બોબીની કેરિયર છેલ્લાં બે-ત્રણ વર્ષો અથવા ઘણા સમયથી અધ્ધર લટકી રહી, પરંતુ ફરી એક વાર રૂ. 200 કરોડની સુપરહિટ હાઉસફુલ-4થી કમબેક કર્યું હતું. એ પછી તેણે ક્લાસ ઓફ 83 અને વેબ સિરીઝ ‘આશ્રમ’એ એની લાઇફ બદલી નાખી. આ સિરીઝમાં શાનદાર કામ કરવા માટે બોબી દેઓલને હાલમાં દાદા સાહેબ ફાળકેથી સન્માનિત કરવામાં આવ્યો હતો.   

દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવા પર બોબી દેઓલ કહે છે, એ બધું મારા ફેન્સને કારણે છે, જેમણે મને એટલો પ્રેમ આપ્યો છે અને તેમની કારણે જ આ સંભવ થયું છે. તેમણે મારી મહેનત જોઈ, મારું કામ આશ્રમમાં જોયું. હું બસ એટલું ઇચ્છું છું કે  લોકો મારા કામને પસંદ કરે અને હું આગળ પર સારું કામ કરતો રહીશ. મને એવોર્ડ મળે ના મળે, પણ લોકો મારા કામને પસંદ કરતા જાય. હું મારા કામથી બધાને મનોરંજન કરતો જઈશ.

ટર્નિંગ પોઇન્ટ

મારા જીવનનો વળાંક- જ્યારે હું ઘરે ખાલી બેઠો હતો અને મારાં બાળકો હેરાન હતાં કે પપ્પા હંમેશાં ઘરે જ કેમ હોય છે? એ વખતે મને  થયું કે મારે આકરી મહેનત કરવી પડશે. મારું એટલું જ કહેવું છે કે ક્યારેય હાર ના માનો, જાત પર વિશ્વાસ રાખો. જો તમારી અંદર ટેલન્ટ હશે તો સફળતા જરૂરી મળશે.