પોતે કેમ લગ્ન ન કર્યા એનો જ્યારે આશા પારેખે ખુલાસો કર્યો…

નવી દિલ્હી: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખે લગ્ન ન કરવાના નિર્ણય અંગે કેટલીક વિશેષ વાતો જણાવી. તેમણે કહ્યું કે, તેમણે એકલવાયું જીવન કેમ પસંદ કર્યું અને શા માટે લગ્ન ન કર્યાં. આશા પારેખે જણાવ્યું હતું કે તેમના સમયમાં કામ કરતાં કલાકારો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી અને પત્નીઓને ભૂલી જવામાં આવતી હતી. આ એવી પરિસ્થિતિઓ હતી કે તે તેની સાથે બનતી ન જોઈ શકે.

આશા પારેખે એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન લગ્ન સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મારા જીવનનો સૌથી સારો નિર્ણય સિંગલ રહેવાનો છે. હું એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી, પરંતુ હું નહોતી ઇચ્છતી હું ઘરને તોડનાર સ્ત્રી બનું. તેથી મારી પાસે એક પસંદગી હતી કે મારે એકલા રહેવું જોઈએ અને મેં આખું જીવન આ રીતે જ જીવ્યું છે.

તેમની હિટ બાયોગ્રાફી (ધ હિટ ગર્લ) માં આશા પારેખે જણાવ્યું છે કે તેમણે પહેલાં પોતાનો સ્વાભિમાન પસંદ કર્યું. આ પુસ્તકમાં આશા પારેખે લખ્યું છે કે, ‘તે દિગ્દર્શક નાસીર હુસૈન સાથે પ્રેમમાં હતાં, પરંતુ તે પરિણીત હોવાથી પોતે તેમનાથી અંતર રાખતી હતી.’

તેણે કહ્યું હતું કે લગ્ન કરવાને બદલે તે પોતાની સાથે સમય ગાળવાનું પસંદ કરે છે અને પોતાના બે મિત્રો વહીદા રહેમાન અને હેલેન સાથે ફરવાનું પસંદ કરે છે.

77 વર્ષીય આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942માં મુંબઇમાં થયો હતો. તેઓ એક ગુજરાતી પરિવારના છે. આશા પારેખે લગભગ 80 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે એકમાત્ર લેખક અને દિગ્દર્શક નસિર હુસેન સાથે, એક અભિનેત્રી તરીકે, 7 ફિલ્મો દિલ દેકે દેખો (1959), જબ પ્યાર કિસી સે હોતા હૈ (1961), ફિર વોહી દિલ દિલ લાયા હૂં (1963), તીસરી મંઝિલ (1966), બહારો કે સપને ( 1976), પ્યાર કા મૌસમ (1969) અને કારવાં (1971). ફિલ્મ કરી હતી. તેમણે નાસિર હુસેનની ફિલ્મ મંઝિલ-મંઝિલ (1984) માં પણ એક ભૂમિકા ભજવી હતી. 1992માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.