‘તાનાજી’ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે – ‘શંકરા રે શંકરા’

મુંબઈ – થોડાક દિવસ પહેલાં અજય દેવગન અભિનીત અને બહુચર્ચિત ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિઅર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

હવે આજે આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

‘શંકરા રે શંકરા’ શબ્દો સાથેનું આ ગીત મેહુલ વ્યાસ નામના ગાયકે ગાયું છે. ગીતનું નૃત્યદિગ્દર્શન કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કર્યું છે.

ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેળકરની પણ મુખ્ય ભૂમિકા છે.

આ ફિલ્મમાં સૈફ અલી ખાન ખલનાયકના રોલમાં છે.

છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં શરદ કેળકર અને તાનાજી માલુસરેની ભૂમિકામાં અજય દેવગન છે. તાનાજીની પત્ની સાવિત્રીબાઈની ભૂમિકા કાજોલે કરી છે.

17મી સદીમાં થઈ ગયેલા મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેની વાર્તાને ફિલ્મ રૂપે રજૂ કરી રહ્યા છે દિગ્દર્શક ઓમ રાઉત. અજય દેવગન ફિલ્મનો સહ-નિર્માતા છે. તાનાજી એ છત્રપતિ શિવાજી મહારાજના લશ્કરના સેનાપતિ હતા.

આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મ 3D આવૃત્તિમાં પણ રજૂ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]