પહેલી-જ-વારઃ અમિતાભ ચમકશે ગુજરાતી ફિલ્મમાં, ગુજરાતી પાત્રમાં

મુંબઈઃ નિર્માતા આનંદ પંડિત એક પારિવારિક રમૂજી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે – ‘ફક્ત મહિલાઓ માટે’. આ ફિલ્મના નિર્માણમાં એમને વૈશલ શાહનો સહયોગ મળ્યો છે. ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશીની રોમેન્ટિક જોડી હશે. ફિલ્મના દિગ્દર્શક છે જય બોડાસ અને ફિલ્મ આ વર્ષની 19 ઓગસ્ટે રિલીઝ કરાશે.

આનંદ પંડિતે કહ્યું કે, ‘‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિશેષ ભૂમિકામાં જોવા મળશે. એમને જ્યારે મેં આ રોલ કરવાની વિનંતી કરી તો એમણે તરત જ હા પાડી હતી. એમણે ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવા કે દિગ્દર્શક કોણ છે એ પણ પૂછ્યું નહોતું. અમિતજી આ પહેલી જ વાર કોઈ ગુજરાતી ફિલ્મમાં એક ગુજરાતી પાત્ર ભજવતા જોવા મળશે.’

(તસવીર સૌજન્યઃ આનંદ પંડિત ટ્વિટર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]