આઇસી15 ઇન્ડેક્સ 1,920 પોઇન્ટનો કડાકો

મુંબઈઃ અમેરિકામાં શેરબજાર કડડભૂસ થતાં ક્રીપ્ટોકરન્સીમાં પણ જોરદાર ફટકો પડ્યો છે. રોકાણકારો હવે વધુ જોખમ ધરાવતી એસેટમાં રોકાણ કરતાં સો વખત વિચારવા લાગ્યા છે. અમેરિકામાં મંદી આવવાની આશંકા વધુ ઘેરી બની રહી છે. બુધવારે અમેરિકન શેરબજારમાં છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલાયો હતો. આ જ ક્રમ ગુરુવારે પણ જારી રહેવાની શક્યતા છે, કારણ કે નાસ્દાક સાથે જોડાયેલા ફ્યુચર્સ 4.7 ટકા અને એસએન્ડપી 500ના ફ્યુચર્સ 1.5 ટકા ઘટવાની શક્યતા વર્તાય છે.

ક્રીપ્ટોકરન્સીમાં પાછલા ચોવીસ કલાકમાં 268 મિલ્યન ડોલર કરતાં વધુ પ્રમાણમાં લિક્વિડેશન થયું હતું. આ જ અરસામાં બિટકોઇનમાં 100 મિલ્યન ડોલરનું લિક્વિડેશન થયું હતું, જેમાં અડધાથી વધારે ઓળિયાં લોંગ હતાં.

બિટકોઇન ત્રણેક ટકા ઘટીને 29,800 ડોલર થયો છે, જ્યારે ઈથેરિયમમાં પણ એટલા જ ઘટાડા સાથે ભાવ 1,900 ડોલર થઈ ગયો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.66 ટકા (1,920 પોઇન્ટ) ઘટીને 39,273 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 41,193 ખૂલીને 41,239 સુધીની ઉપલી અને 38,783 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
41,193 પોઇન્ટ 41,239 પોઇન્ટ 38,783 પોઇન્ટ 39,273 પોઇન્ટ

ડેટાનો સમયઃ 19-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)