આલિયા ભટ્ટના સીમંત પ્રસંગના ફોટો થયા વાઇરલ…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બહુ જલદી માતાપિતા બનવાના છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે હાલમાં સીમંતનો પ્રસંગ ધામધૂમથી ઊજવ્યો. કપૂર પરિવારથી માંડીને ભટ્ટ પરિવાર સુધી આનંદનો માહોલ છે. દરેક જણ માત્ર આલિયાનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. વળી, બેબીને લઈને બધા બહુ એક્સાઇટેડ પણ છે. એક બાજુ કપૂર મેન્શનમાં નાના મહેમાનથી ઘર ગૂંજી ઊઠવાનું છે, જ્યાં બીજી બાજુ નીતુ કપૂર દાદી બનીની હુકમ ચલાવવા માટે તૈયાર બેઠી છે.

દાદી નીતુ કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કેટલાય ફોટો શેર કર્યાં છે, જેમાં આલિયા ભટ્ટના સીમંત ફોટાઓની એક ઝલક છે. આ પ્રસંગે નીતુ કપૂર, કરિશ્મા કપૂર સહિત કપૂર ફેમિલીએ સીમંતનો પ્રસંગ ધામધૂમથી ઊજવ્યો હતો.

નીતુ કપૂરના પુત્ર રણબીર કપૂર, કરિશ્મા કપૂર અને રીમા જૈનની સાથે ફોટો શેર કર્યા હતા. નીતુ કપૂર સિવાય કરિશ્મા કપૂર રિદ્ધિમા કપૂર અને આલિયા ભટ્ટની BFF આકાંક્ષા રંજન કપૂરે પણ ફોટો શેર કર્યા હતા. કરિશ્મા કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે એક ફોટો શેર કર્યો હતો.

રિદ્ધિમા કપૂરે પણ મમ્મી ટુ બી આલિયા ભટ્ટની સાથે એક ફોટો શેર કર્યો હતો. આકાંક્ષા રંજન કપૂરે આલિયા ભટ્ટની સાથે એક બહુ મસ્ત ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં ખરાબ નજર અને દિલના ઇમોટિકોન્સ એડ કર્યા હતાં. આલિયા ભટ્ટના સીમંતના પ્રસંગે કરણ જૌહર, અયાન મુખરજી, શ્વેતા બચ્ચન, પુત્ર અગસ્ત્ય નંદા, મુકેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની સાથે સામેલ છે.