મેટ ગાલા 2023: આલિયાને મેટ ગાલામાં ઐશ્વર્યા રાય બોલાવવામાં આવી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયએ વિશ્વમાં ઓળખ બનાવી છે. હાલમાં જ્યારે ગંગુબાઈ કાઠિયાવાડીની અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે  સફેદ પોશાકમાં મેટ ગાલામાં ડેબ્યુ કર્યો હતો. એ લુકમાં તેને ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી હતી. એક તરફ નેટજન્સે આલિયાના લુકને સુરક્ષિત કહ્યો હતો, જ્યારે બીજી તરફ ફેન્સે તેને પ્રિન્સેસ કહી હતી. હવે એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં હોલીવૂડ અભિનેતા આલિયાને ઐશ્વર્યા રાય સમજી બેઠો હતો.

ન્યુ યોર્કમાં સોમવારે રાત્રે મેટ ગાલા 2023નું આયોજન કરવામાં આવ્યું હતું અને આલિયાએ પોતાના લુકથી બોલીવૂડને ગૌરવ અપાવ્યું હતું. ગાલામાં તેની સાથે બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા પણ સામેલ થઈ હતી, જે પતિ અને ગાયક નિક જોનાસ સાથે આવી હતી.

જ્યારે એક્ટ્રેસે ડિઝાઇનર સેલિબ્રિટી ડિઝાઇનર પ્રબલ ગુરંગની સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો. જોકે વાઇરલ વિડિયોમાં આલિયાને લોકો ઐશ્વર્યા રાય બચ્ચન સમજી બેઠા હતા. એ વિડિયોમાં પેપ્સે ઐશ્વર્યા લુક હિયર, પ્લીઝ… કહેતા જોઈ શકાય છે. જોક ભૂલ શરમજનક હતી, પણ આલિયાએ એની અસર ખુદ પર પડવા નહોતી દીધી. એક્ટ્રેસે કેમેરા તરફ શાલિનતાથી જોયું અને ઇવેન્ટમાં જતાં સ્મિત કર્યું હતું.

આલિયાએ સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ્સમાંની એકમાં ડેબ્યુના ફોટો શેર કર્યા હતા અને ઉલ્લેખ કર્યો હતો કે તેને વિશ્વ સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ અનુભવ થાય છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે હું હંમેશાં પ્રતિષ્ઠિત ચેનલ બ્રાઇડ્સથી આકર્ષિત રહી છું.