દીપિકા, કંગનાને પાછળ રાખી આલિયા બોલીવૂડની નંબર-1 હિરોઇન

મુંબઈઃ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બીજા સપ્તાહમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો, ત્યારે બોલીવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટે કેરિયરમાં એક નવો બોક્સ ઓફિસ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. બોક્સ ઓફિસ પર તે કંગના રણોત અને દીપિકા પાદુકોણને પાછળ રાખીને હાલના સમય ટોચની એક્ટ્રેસ સાબિત થઈ છે. આલિયા હવે એકલી એક્ટ્રેસ છે, જેણે બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની કમાણીવાળી એક નહીં, પરંતુ બે મહિલા આધારિત ફિલ્મો કરી છે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’થી પહેલાં 2019ની હિટ ફિલ્મ ‘રાઝી’ હતી, જે રૂ. 100 કરોડને પાર કરનારી પહેલી આલિયા સ્ટારર હતી. મેઘના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે દેશમાં રૂ. 122.39 કરોડનું કલેક્શન કર્યું હતું. 2020 પછી હિલ્દી ફિલ્મ જગતમાં બોક્સ ઓફિસ પર માત્ર ત્રણ હિટ ફિલ્મો જોઈ છે, જેમાં ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’, ‘સૂર્યવંશી’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી.’

બોક્સ ઓફિસ ઇન્ડિયાના અનુસાર આલિયાની રૂ. 100 કરોડની ક્લબમાં બે મહિલા આધારિત ફિલ્મો છે, જ્યારે કંગનાની અત્યાર સુધી ‘મણિકર્ણકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ના રૂપમાં ખાતું નથી ખોલી શકી. જ્યારે દીપિકાની 2020માં રિલીઝ થયેલી ‘છપાકે’ માત્ર રૂ. 32.55 કરોડનું કલેક્શન કર્યું હતું.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ રૂ. 100 કરોડથી વધુની કમાણી કરતાં આલિયા બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે એક રેસ્ટોરાં પહોંચી હતી. એ પછી તેણે એક ફોટો પણ અપલોડ કર્યો હતો, જેમાં એક્ટ્રેસ બર્ગર અને ફ્રાઇસની સાથે તેને ખુશી મનાવતા જોઈ શકાય છે. આલિયાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને એ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે ગંગુબાઈને સેન્ચુરીની શુભકામનાઓ અને હેપ્પી વેગન બર્ગર, આલિયાને ફ્રાય. તમારો બધાના પ્રેમ માટે આભાર.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]