‘પઠાણ’ની સફળતા પછી શાહરુખે ખરીદી લક્ઝુરિયસ રોલ્સ રોય્સ

મુંબઈઃ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ ખૂબ સફળ રહી હતી, જેથી બોલીવૂડના કિંગ ખાને શાહરુખ ખાને ખુદને એક શાનદાર કાર ગિફ્ટ કરી છે. શાહરુખ ખાનનો કારપ્રેમ જાણીતો છે અને તેની પાસે ઓડી, BMW અને મર્સિડીઝ બેન્ઝ જેવી અનેક કારોનો મામલો છે. તેના કાફલામાં વધુ એક કાર સામેલ છે, તેણે તેના કાફલામાં રોલ્સ રોય્સ કલિનન બ્લેક બેઝ SUV સામેલ કરી છે, જેની કિંમત આશરે રૂ. 10 કરોડથી વધુ છે. સોશિયલ મિડિયા પર શાહરુખની નવી કારનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

બોલીવૂડના બાદશાહને હાલમાં રાત્રે મુંબઈના રસ્તા પર નવી કાર ચલાવતો જોવા મળ્યો હતો. શાહરુખની નવી કાર આર્કટિક વ્હાઇટ કલરની છે, જ્યારે કારની અંદર લેધરનું છે. એની સિગ્નેચર 0555 નંબર પ્લેટ લાગેલી છે. બોલીવૂડ ના અન્ય કલાકારો કે જેમની પાસે રોલ્સ રોય્સ કાર છે, તેમાં ઋત્વિક રોશન અને પ્રિયંકા ચૌપડા છે.

શાહરુખ ખાન પાસ આ સિવાય ફેન્ટમ ડ્રોપહેડ કૂપ, લેન્ડ રોવર રેન્જ સ્પોર્ટ્સ અને ઇલેક્ટ્રિક BMW i8 છે. તેની પાસે હ્યુન્ડાઇ સેન્ટ્રો અને ક્રેટા પણ છે. બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા પછી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની એક્શન એન્ટરટઇનર ‘પઠાણ’ OTT રિલીઝ કરવામાં આવી છે. ગયા મહિના સુધી આ ફિલ્મે રૂ. 1000 કરોડ કરતાં વધુની કમાણી કરી છે અને રિલીઝના પહેલા તબક્કામાં માઇલસ્ટોનનની પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર 22 માર્ચે હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.