રણબીર-શ્રદ્ધા પહેલી જ વાર ચમકશે રોમેન્ટિક જોડી તરીકે

મુંબઈઃ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને રોમેન્ટિક જોડી તરીકે પહેલી જ વાર ચમકાવતી આગામી હિન્દી ફિલ્મના સેટ પરનો એક નવો વિડિયો હાલ સોશ્યલ મિડિયા પર વાઈરલ થયો છે. એમાં શ્રદ્ધા અને રણબીર સ્પેનના રસ્તાઓ પર નાચતાં જોઈ શકાય છે. લવ રંજન દિગ્દર્શિત આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મનું શિર્ષક હજી નક્કી થયું નથી. રણબીર-શ્રદ્ધાનાં ગીતનો વિડિયો ઈન્ટરનેટ પર લીક થઈ ગયો છે.

આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 2023માં હોળીના તહેવાર વખતે રિલીઝ કરવામાં આવશે એવું કહેવાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]