વીજ વપરાશે તોડ્યા રેકોર્ડ!

ઉનાળાની ગરમીમાં લોકો બાહર નીકળવાનું ટાળતા હોયો છે. અને પંખા એસીમાં બેસી રહેવું પસંદ કરતા હોય છે. એમાં પણ રજાના દિવસોમાં લોકો ઘરની બહાર પગ મુકતા જ નથી. ત્યારે હવે રાજ્યમાં વીજ વપરાશને લઈ આંકડા બહાર આવ્યા છે. જેમાં 11 મેના રોજ વીજળીની મહત્તમ માંગ 24,459.90 મેગાવોટ આસપાસ હતી. આ સાથે વીજ વપરશેના આ વર્ષના આંકડાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યને કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવી પડી છે. તેમાં રાજ્ય સરકારે 800 મેગાવોટ જેટલી વીજળી ખરીદી છે.

ઉલ્લેખનીય છે ગત રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ આસપાસ હતી. જ્યારે ગત શનિવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી. જેમાં 11 મે ગત શનિવારે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટએ પહોંચી હતી. જે ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ છે. રાજ્યમાં વીજળીની ખપત વધતાં રાજયે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી. તેમાં 800 મેગાવૉટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદી છે.

જો કે રાજ્યમાં હિટવેવ ચાલુ રહેતા વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માગ નોંધાઇ હતી. જે 24 કલાકમાં 889 મે.વો.નો વધારો દર્શાવે છે. કૃષિ વીજ માગમાં વધારો અને હિટ વેવની ઇફેક્ટના કારણે વીજ માગ આ સિઝનની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આગામી જૂન માસમાં વીજ માગ 25200-25500 મે.વો.ની સપાટીએ પહોંચે તેવું અનુમાન મુકાયું છે.

1લી મેના રોજ રાજ્યમાં 21795 મે.વો.વીજ માગ સામે 236 3 મે.વો.નો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક વીજ માગની સાથે સાથે કૃષિ વીજ માગ પણ વધી છે. આ વર્ષે રાજ્યના ઘણા શહેરોમાં તામાનનો પારો 40 ડિગ્રી ઉપરાંત રહ્યો છે. ત્યારે ખેડૂતો હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે. રાજ્યમાં કુલ વીજ માગમાં ઔદ્યોગિક વીજ માગ 50 ટકા હોય છે. જ્યારે કૃષિ વીજ માગ 25 ટકા હોય છે. આ સિવાય ઘરગથ્થુ સહિતના વિવિધ વીજ ગ્રાહકોની વીજ માગ હોય છે.