કોલકાતાઃ વકફ બોર્ડને લઈને મુસલમાનોમાં કેટલીક આશંકાઓ છે, જેને દૂર કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજી સરકારના મંત્રી સિદ્દિકુલ્લા ચૌધરીએ કોલકાતાના મશહૂર ક્રિકેટ સ્ટેડિયમ ઇડન ગાર્ડન અને ફોર્ટ વિલિયમ વકફ બોર્ડ એટલે કે મુસ્લિમોની સંપત્તિ હતી. CABએ એના પર કબજો કર્યો છે. એના બદલામાં રૂ. 150નું ભાડું વકફ બોર્ડને મળે છે.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ ઇમરાન સોલંકીએ દાવો કર્યો છે કે કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની જમીન વક્ફની પ્રોપર્ટી છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇન્ડિયન આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું જ્યાં હેડક્વોર્ટર છે એ ફોર્ટ વિલિયમ પણ વક્ફની પ્રોપર્ટી છે. કલકત્તાની પાર્ક સ્ટ્રીટમાં વક્ફની ૧૦૫ પ્રોપર્ટી છે
આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં સરકારના પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળમાં AIMIM એક એવી પાર્ટી છે જેનું કોઈ મહત્ત્વ નથી. આ પાર્ટીનો કોઈ આધાર નથી અને એ આવાં વાહિયાત નિવેદનો કરી રહી છે. ઈડન ગાર્ડન્સને વક્ફની સંપત્તિ ગણાવવું ખોટું છે. આ પાર્ટી BJPની બી ટીમ છે, જેણે દિલ્હી વિધાનસભામાં મત કાપ્યા હતા અને BJPને જિતાડી હતી.
