મુંબઈ: સપ્તાહના પ્રથમ દિવસે જ ઘરેલુ શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 843.67 પોઈન્ટ ઘટીને 76,535.24 અને નિફ્ટી 258.8. પોઈન્ટ ઘટીને 23.172.70 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેવી જ રીતે શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 23 પૈસા ઘટીને 86.27 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો.શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વેચવાલ હતા અને તેમણે 2,254.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારના બંન્ને ઇન્ડેક્સ લાલ રંગમાં બંધ થયા હતા. બજારમાં ઘટાડા વચ્ચે ઝોમેટોના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બેન્કના શેર પણ તૂટ્યા હતા.