જૂનાગઢ: જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ હાલ ગુજરાતના મહેમાન બન્યા છે. પોતાની વ્યસ્ત ‘ઓરા ઇન્ડિયા ટૂર ૨૦૨૬’ (Aura India Tour 2026) માંથી સમય કાઢીને દિલજીત ગુજરાતના ગૌરવ સમાન ગીર નેશનલ પાર્ક ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રકૃતિના ખોળે રોમાંચક વાઇલ્ડલાઇફ સફારીનો આનંદ માણ્યો હતો.
View this post on Instagram
દિલજીત દોસાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીરના જંગલની સફરની ખાસ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કર્યા છે. આ તસવીરોમાં દિલજીત પરફેક્ટ સફારી લુકમાં કેમોફ્લાજ આઉટફિટ, બ્રાઉન યુટિલિટી વેસ્ટ અને હાથમાં દૂરબીન (બાયનોક્યુલર) સાથે જંગલની સુંદરતા અને વન્યજીવોને નિહાળતા જોવા મળે છે.
સફારી દરમિયાનની એક અત્યંત ખાસ ક્ષણમાં જંગલના રસ્તા પરથી પસાર થતી એક એશિયાઈ સિંહણ કેમેરામાં કેદ થઈ હતી, જેને દિલજીત પોતાની સફારી જીપમાંથી અત્યંત ઉત્સુકતાપૂર્વક નિહાળી રહ્યા હતા. તેમણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “ગીર નેશનલ પાર્ક સફારી ગુજરાત.. ઓરા ઇન્ડિયા ટૂર ૨૦૨૬.”
વિશ્વભરમાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે જાણીતું ગુજરાતનું ગીર અભયારણ્ય દેશ-વિદેશના પ્રવાસીઓ અને સેલિબ્રિટીઝ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં જ ઇન્દોર કોન્સર્ટ બાદ દિલજીત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગીરના જંગલમાં તેમનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.






