નવી દિલ્હીઃ કર્ણાટકના હાસનથી લોકસભાના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને વિશેષ કોર્ટે દોષી જાહેર કર્યા છે. રેવન્ના તેમના ફાર્મહાઉસમાં કામ કરતી ઘરેલુ નોકરાણી પર બળાત્કારનો આરોપ હતો, જેને કોર્ટે યોગ્ય માન્યો છે. આ કેસમાં આવતી કાલે કોર્ટ સજા સંભળાવશે.
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાનો દોહિત્ર અને હાસનનો ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના નોકરાની મહિલા પર બળાત્કાર કરતો જ હતો. એ સાથે જ પીડિતાએ તેના પિતા એચડી રેવન્ના પર પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદ કરનાર પીડિતા એચડી રેવન્નાની પત્ની ભવાનીના સગા હતી. જ્યારે કેસ બહાર આવ્યો ત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. ત્યારે જ પ્રજ્વલ રેવન્નાના કેટલીક અશ્લીલ વિડિયોઝ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પીડિતાનું યૌન શોષણ કરતા જોવા મળ્યો હતો. આ વાયરલ વિડિયોને આધારે કર્ણાટક મહિલા પંચે સ્વયં તપાસ શરૂ કરાવી હતી.26 સાક્ષીઓની લેવામાં આવ્યાં નિવેદન
પ્રજ્વલ રેવન્નાને કોર્ટે દોષી ઠેરવ્યા બાદ પીડિતાની તરફથી વકીલ અશોક નાયકે જણાવ્યું હતું કે આ કેસમાં અમે પીડિતાની તરફથી 26 સાક્ષીઓનાં નિવેદન નોંધાવ્યાં હતાં અને ઝડપથી સુનાવણી થઈ હતી. આ પીડિતાની જીત છે. હું SIT ટીમને તેમની તપાસ માટે અભિનંદન આપું છું. આરોપી રેવન્નાએ પોતે પોતાના યૌન ક્રિયાના વિડિયો રેકોર્ડ કર્યા હતા. અમે ડિજિટલ પુરાવાની મદદ લીધી અને તે સાચી સાબિત થઈ. જેને આધારે રેવન્નાને દોષી ઠેરવાયો.
કોણ છે પ્રજ્વલ રેવન્ના
કર્ણાટકના હાસન લોકસભા વિસ્તારમાંથી પ્રજ્વલ રેવણ્ના વર્ષ 2019 થી 2024 દરમિયાન જનતા દળ (સેક્યુલર) પાર્ટી તરફથી સાંસદ રહ્યો હતો. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તે પાર્ટીનો ઉમેદવાર હતો, પરંતુ આ વખતે તે હાર્યો હતો.
