કપિલ શર્માનો શૉ ભારતીય ઈતિહાસનો સૌથી ખરાબ શૉ

મુંબઈ: કવિતા કૌશિકનો પ્રખ્યાત કોપ કોમેડી શો F.I.R.એ લાંબા સમય સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું. આ શોના લેખક અમિત આર્યને એક્ટર-કોમેડિયન કપિલ શર્મા અને તેના શો પર પ્રહારો કર્યા છે. અમિત આર્યને કપિલ શર્માના શોને ભારતીય ઈતિહાસનો ‘સૌથી ખરાબ’ અને ‘અનાદરપૂર્ણ’ શો ગણાવ્યો છે.

તેમણે લોકપ્રિય કોમેડી શોમાં બનેલી કોમેડી અને જોક્સને અશ્લીલ ગણાવ્યા હતા અને કપિલ શોના કલાકારો પર કોમેડીની આડમાં એકબીજાને બોડી શેમિંગ અને અપમાનિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આટલું જ નહીં અમિત આર્યને તો ત્યાં સુધી કહ્યું કે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના કલાકારો પાકિસ્તાની કલાકારોથી પ્રેરિત છે જે કોમેડી કરતી વખતે મહિલાઓનું અપમાન કરે છે.

અમિત આર્યને ડિજિટલ કોમેન્ટરી ક્લિપ્સ સાથેની વાતચીતમાં કહ્યું- ‘કોમેડીની વાત કરીએ તો કપિલ, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક પાસે એવો અનુભવ નથી જેવો મારી પાસે છે. તેથી હું કહી શકું છું કે કપિલ શર્માનો શો ભારતીય કોમેડીના ઈતિહાસનો સૌથી ખરાબ શો છે. શોમાં પુરૂષો મહિલાઓના પોશાક પહેરે છે અને પછી જોક્સ કહે છે. જો હું ખરાબ કહું તો તમે પણ હસશો. હસવું એક વાત છે અને હેલ્ધી કોમેડી એ બીજી વાત છે.

આ લોકો ગંદકી ફેલાવે છે: અમિત આર્યન

લેખકે કહ્યું,”આ બધા લોકો ફક્ત ટીવી પર ગંદકી ફેલાવી રહ્યા છે અને તે ગંદકી તમારા ઘરમાં આવી રહી છે. જો હું અયોગ્ય અને અપમાનજનક વાત કરું, કોઈની મજાક ઉડાવું, કોઈને જાડી કે કાળી કે બોડી-શેમ કહીશ તો લોકો હસશે. માણસ ગંદકીનો ખૂબ આનંદ લે છે. તેણે કપિલના 2022ના શો ‘કપિલ શર્મા: આઈ એમ નોટ ડન યેટ’ પર પણ નિશાન સાધ્યું હતું, જેમાં કોમેડિયને તેના અંગત અને નાણાકીય મુદ્દાઓ, ડિપ્રેશન અને દારૂની લત સાથેના સંઘર્ષ અને વિવાદો વિશે કહ્યું હતું કે ‘કોઈને રસ નથી કપિલના જીવન વિશે જાણવામાં.’

અમિત આર્યને ઉમેર્યુ કે, “કપિલનો શો નેટફ્લિક્સ પર આવ્યો હતો ‘આઈ એમ નોટ ડન યેટ’, કોઈએ પણ તે શો જોયો ન હતો. તેણે કેમ ન જોયો? કપિલ શર્મા તો કપિલ શર્મા છે ને? પરંતુ લોકો તેને જોયો નહીં કારણ કે તેને કોઈને પણ કપિલની સ્ટોરીમાં રસ નથી. તેણે આ વાત પાકિસ્તાન પાસેથી શીખી છે ત્યાં કોઈ કોમેડી નથી, માત્ર ‘અપમાનજનક કોમેડી’ છે. તમને જણાવી દઈએ કે, અમિત આર્યન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, તે જીની ઔર જીજુ, વો તેરી ભાભી હૈ પગલે, તેરા યાર હૂં મેં, યે ઉન દિન કી બાત હૈ જેવા કોમેડી શોના લેખક તરીકે કામ કરવા માટે પણ જાણીતા છે.