મુખ્યમંત્રીએ વડોદરા ખાતે ‘રન ફોર યુનિટી’ને કરાવ્યું પ્રસ્થાન: રાષ્ટ્રીય એકતાનો આપ્યો સંદેશ

વુડોદરા: અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ-ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા તેમજ નશામુક્તિ જાગૃતિના વિશેષ સંદેશ સાથે યોજવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ સ્વયં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પાવન સંકલ્પનાને પ્રોત્સાહન આપતા ‘રન ફોર યુનિટી’માં જોડાયેલા વિશાળ જનસમુદાય સાથે દોડ લગાવી હતી. તેમણે ઉપસ્થિત તમામ નાગરિકો, રમતવીરો અને યુવાનોમાં રાષ્ટ્રભાવ અને દેશપ્રેમનું નવું જોમ પૂર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, સરદાર સાહેબે દેશને એક તાંતણે બાંધવાનું અદ્ભુત કામ કર્યું છે. આજે દેશની યુવા પેઢી તેમના માર્ગે ચાલીને એકતા, અખંડિતતા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે આગળ વધી રહી છે. દોડમાં હજારો નાગરિકોએ સામુહિક ઉત્સાહ સાથે ભાગ લઈ સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.