રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાંજે દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત અંગે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી. ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી. રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓશ્રીના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. માનનીય વડાપ્રધાને પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. “સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @NarendraModi સાહેબ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી.
ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.
રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓશ્રીના બહુમૂલ્ય… pic.twitter.com/Kmzl61ntWt
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 2, 2025
આ મુલાકાત બાદ ગુજરાતમાં ભાજપ નવા અધ્યક્ષની પસંદગી અને પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની હતી. આ પહેલા આ સંદર્ભે નવી દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય પ્રધાન તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી. દિલ્લીમાં જે બેઠક મળી તેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગુજરાતમાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયા અંગે કોઈ મોટી અપડેટ સામે આવી શકે છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, ભૂપેન્દ્ર યાદવ ગમે ત્યારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.


