ચાંદખેડામાં કાર AMTS બસની પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનું મોત

અમદાવાદ: ચાંદખેડામાં AMTS બસ સ્ટેન્ડ આગળ XUV કાર અને AMTS બસનો અકસ્માત થયો. જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસક્યુ વ્હીકલ ઘટનાસ્થળે પહોંચ્યું હતું.

ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.