અમદાવાદઃ રીલાયન્સ જિઓનો નવો જિઓ ફોન-ટુ આજે શુક્રવાર સાંજથી બજારમાં ઊતરી રહ્યો છે. ખાસ એ છે કે સમય સાથે કદમ મિલાવતાં નવી વધારે સમૃદ્ધ જિઓ ફોન એપ ઇકોસિસ્ટમ સાથે ઇન્ટરનેટના જમાનામાં જરુરી એવી નવી એપ્સ સાથેનો આ જિઓ ફોન લોન્ચ થઇ રહ્યો છેે. જેમાં ફેસબૂક, વોટ્સએપ, યુટ્યૂબ અને ગૂગલ મેપ્સ હશે.શુક્રવાર સાંજે 5:01 વાગ્યાથી શરૂ કરીને ગ્રાહકો તેમના જૂના ફીચર ફોનને બદલાવીને નવા જિયોફોનનું વર્તમાન મોડલ અસરકારક રીતે રૂ.501ની કીમતે મેળવી શકશે. અમદાવાદ સહિત દેશભરમાં તમામ રીલાયન્સ ડિજિટલ આઉટલેટ ઉપરાંત ફોન સેલર દરેક રીટેઇલરને ત્યાં આ ફોન ઉપલબ્ધ થશે.
આ ફોન વિશ્વની સૌથી લોકપ્રિય એપ્સ જેવી કે ફેસબૂક, વોટ્સએપ, યુટ્યુબ અને ગૂગલ મેપ્સથી સજ્જ હશે. આ તમામ એપ્સ તમામ જિઓફોન યુઝર્સને 15 ઓગસ્ટ 18થી ઉપલબ્ધ બનશે. 2017માં રજૂ કરવામાં આવ્યો ત્યારથી ભારતના 2.5 કરોડ લોકો જિઓ ફોનનો ઉપયોગ કરે છે.
ટેકનોલોજીને જનસમૂહ સુધી લઈ જવા અને સામાજિક બદલાવ લાવવાના ઉદ્દેશ્ય સાથે જિઓફોન નેક્ટિવિટીને અત્યાર સુધીમાં નહીં અનુભવાયેલા સ્તરે લઈ જશે. જિઓ ડિજિટલ લાઇફ દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત અને ગુજરાત તેમજ દેશના દરેક ગામમાં અનુભવી શકાશે. આજે પણ, ભારતમાં લગભગ 50 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે, જેમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી અને મોટાભાગે કીમત પોસાય તેવી નહીં હોવાને કારણે ડિજિટલ લાઇફના દ્વાર તેમના માટે બંધ છે. તેમના માટે મોનસૂન હંગામા હેઠળનો જિઓફોન યોગ્ય જવાબ છે.
નિર્બાધ 4જી કનેક્ટિવિટી અને અનોખું વોઇસ કમાન્ડ ફિચર જિઓફોનમાં ફેસબૂક, વોટ્સએપ અને યુટ્યુબને પ્રથમ વખત ઉપયોગ કરતાં લોકો માટે પણ સરળ અને સુવિધાજનક બનાવે છે. ગ્રાહકો ભારતની અનેક ભાષાઓમાં વોઇસ કમાન્ડનો ઉપયોગ કરી શકે છે, જેનો ઉપયોગ કોલ કરવા, સંદેશો મોકલવા, ઇન્ટરનેટ પર સર્ચ કરવા, સંગીત વગાડવા, વિડિયો જોવા અને જિઓ ફોનમાં આપવામાં આવેલી તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે.