WEF પ્રેસિડેન્ટે કહ્યું કે આ મામલે પ્રતિસ્પર્ધા કરે ભાજપ-કોંગ્રેસ…

દાવોસઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રેસિડેન્ટ બોર્જે બ્રેંડીએ કહ્યું કે ભારત ઘણા દેશો માટે એક મોટા રોકાણકારની ભૂમિકા નિભાવી રહ્યું છે. બ્રેંડીએ કહ્યું કે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસમાં પ્રતિસ્પર્ધા એ વાત માટે કરે કે કોણ ઔદ્યોગિક નીતિઓ આપે છે. દાવોસમાં મીડિયા સાથેની વાતમાં તેમણે આ વાત જણાવી છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રેસિડેન્ટે કહ્યું કે નેપાળ, મ્યાંમાર જેવા દેશોમાં રોકાણના મામલે ભારત હવે ચીન સાથે મુકાબલો કરી રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પ્રાથમિકામાં હજી પણ ભારતનું પ્રમુખ સ્થાન છે. ઉલ્લેખનીય છે કે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું આયોજન રહ્યું છે.

ગત વર્ષે દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારત પર ખૂબ ફોકસ હતું. તે સમયે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ જોડાયા હતા. આવામાં જ્યારે આ વર્ષે ભારતમાં ચૂંટણી યોજાવાની છે.બ્રેંડીએ કહ્યું કે ભારત અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે ગત વર્ષે જ્યારે સીઆઈઆઈના સહયોગથી મુંબઈમાં ઈન્ડિયા ઈકોનોમિક સમિટનું આયોજન કર્યું હતું. તો તે સમયે ભારત સરકારના ઘણા વરિષ્ઠ લોકોને મળ્યા હતા. ભારતે સુધારની ઈચ્છા વ્યક્ત કરી છે અને સ્કિલ પર કામ થઈ રહ્યું છે.