લઈ લો બાપલા! બેંકોના પૈસા પાછાં આપવા તૈયાર ભાગેડુ વિજય માલ્યા..

નવી દિલ્હીઃ ભારતીય બેંકો સાથે ફ્રોડ કરી દેશ છોડીને ભાગી જનારો વિજય માલ્યા બેંકોનું દેણું ચૂકવવા માટે તૈયાર છે. વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારતીય બેંકોના તમામ બાકી પૈસા આપવા માટે હું તૈયાર છું. વિજય માલ્યાએ એક સાથે ત્રણ ટ્વિટ કર્યા અને કહ્યું છે હું બેંકોનું 100 ટકા મૂળ ધન પાછું આપવા માટે તૈયાર છું. તો આ સાથે જ વિજય માલ્યાએ ટ્વિટમાં લખ્યું છે કે મારી સાથે ભારતીય મીડિયા અને રાજનેતાઓએ પક્ષપાત કર્યો છે.

વિજય માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કિંગફિશરે ભારતમાં વ્યાપાર કર્યો છે અને તે સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોની મદદ પણ કરી છે. કિંગફિશર એરલાઈન્સ પણ સરકારને પણ ચૂકવણી કરી રહી હતી. પરંતુ એક શાનદાર એરલાઈન્લનો દુઃખદ અંત થયો પરંતુ આમ છતા પણ હું બેંકોના પૈસા તેમને પાછા આપવા માંગું છું જેથી તેમને નુકસાની ન ભોગવવી પડે. કૃપા કરીને આપ આ ઓફરનો સ્વિકાર કરી લો.

વિજય માલ્યાએ ત્રણ ટ્વિટ કર્યા. માલ્યાએ એક અન્ય ટ્વિટમાં કહ્યું છે કે રાજનેતા અને મીડિયા સતત મને પીએસયૂ બેંકોના પૈસા ચાઉ કરી જનાર ડિફોલ્ટર ઘોષિત કરી રહી છે. પરંતુ આ તમામ વાત ખોટી છે. મારી સાથે હંમેશા પક્ષપાત કરવામાં આવ્યો છે. વિજય માલ્યાએ પ્રશ્ન કર્યો કે મારી સાથે યોગ્ય વ્યવહાર શાં માટે નથી કરવામાં આવી રહ્યો? મેં કર્ણાટક હાઈકોર્ટમાં સમાધાનનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તેને બધાએ અવગણી કાઢ્યો.

વધુમાં વિજય માલ્યાએ જણાવ્યું કે કિંગફિશર એરલાઈન્સ ઈંધણના ઉંચા ભાવોનો શિકાર બની. કિંગફિશર એક શાનદાર એરલાઈન્સ હતી જેણે ક્રૂડ ઓઈલના 140 ડોલર પ્રતિ બેરલના ઉચ્ચતમ કીંમતનો સામનો કર્યો. ખોટ વધતી ગઈ અને બેંકોના પૈસા તેમાં જ જતા ગયા. મે બેંકોને 100 ટકા તેમનું પૈસા પાછા આપવાની ઓફર કરી છે, કૃપા કરીને આ ઓફર આપ સ્વિકારો.

હકીકતમાં વિજય માલ્યાને બેંકોથી લેવામાં આવેલા આશરે 9000 કરોડ રુપિયાનું દેવું ન ચૂકવવા માટે ડિફોલ્ટર જાહેર કર્યો છે અને ભારતે પણ તેને ભાગેડુ જાહેર કર્યો છે. માલ્યાએ લંડનની કોર્ટમાં પોતાની રજૂઆત દરમિયાન દાવો કર્યો તેની પાસે પોતાના મામલાની વકાલત કરવા માટે પર્યાપ્ત સબૂત છે.