USની એક કંપની પર આરોપઃ ગોરાઓના મુકાબલે ભારતીયોને આપ્યું 25 ટકા ઓછું વેતન

વોશિંગ્ટનઃ અમેરિકાના શ્રમ વિભાગે અમેરિકી કંપની ઓરેકલ પર ભારતીયો અને એન્ય એશિયાઈ દેશોના કર્મચારીઓ તેમજ આફ્રિકી અમેરિકી કર્મચારીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો છે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઓરેકલ સમાન પદ અને સમાન જવાબદારી છતા પણ ગોરાઓના મુકાબલે 25 ટકા ઓછી સેલરી આપે છે.


જો કે ઓરેકલે પ્રોડક્ટ ડેવલપરના પદ પર એશિયાઈ દેશોમાં સૌથી વધારે નોકરી ભારતીયોને આપી છે પરંતુ કંપની અમેરિકામાં જે વેતન અમેરિકી લોકોને આ જ પદ માટે આપવામાં આવે છે તેટલું વેતન ભારતીયોને નથી આપવામાં આવતું. આ જ ભેદભાવ આફ્રિકીઓ અને હિસ્પૈનિકો સાથે પણ થઈ રહ્યો છે.

યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના ફેડરલ કોન્ટ્રાક્ટ કંપ્લાયંસ પ્રોગ્રામ્સ ઓફિસે પોતાની ફરિયાદમાં કહ્યું કે આ ગૈર એશિયાઈ આવેદકોને રોજગારના સમાન અવસર નથી આપતી અને એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે કે જેઓ ઓછા વેતન પર કરી શકે. કંપનીને આની અનુમતી ન આપવામાં આવી શકે. નોકરી આપ્યા બાદ મહિલાઓ, કાળા તેમજ એશિયાઈ કર્મચારિઓને તેમના ગોરા સાથીઓના મુકાબલે વેતન ઓછું આપવામાં આવે છે.

ઓરેકલ વિરુદ્ધ ફરિયાદ અમેરિકામાં થઈ છે અને અમેરિકી શ્રમ વિભાગે આરોપ કંપનીના રેડવુડ સોર્સ સ્થિત મુખ્યાલયમાં તપાસના આધાર પર લગાવ્યો છે. ફરિયાદમાં કહેવાયું હતું કે જેઓ મૂળ અમેરિકાના નથી અને બીજા દેશના છે અને આ કંપનીમાં કામ કરે છે તેમને જાન્યુઆરી 2013 થી ડિસેમ્બર 2016 વચ્ચે આશરે 40 કરોડ ડોલરનું નુકસાન થયું છે. કંપનીએ કરેલા ભેદભાવની અસર 11 હજાર એશિયાઈ કર્મચારીઓ પર થઈ છે.

એરેકલ ઈન્ડિયાએ આ મામલે પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઓરેકલ ભારતમાં ડેવલપમેન્ટ સેન્ટર ખોલનારી શરુઆતના સમયની અમેરિકી કંપનિઓ પૈકી એક છે. કંપની ભારતની એન્જિનિયરિંગ કોલેજોમાં કેમ્પસ સિલેક્શન કરે છે.