રિલાયન્સ જિઓ તેના હરીફોને ટક્કર આપવા લઈને આવ્યું આ નવા પ્લાન

મુંબઈ- મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિઓએ તેના જિઓ ફોન ગ્રાહકો માટે લોન્ગ વેલિડિટીના ખાસ પ્લાન લઈને આવ્યું છે. રૂ.૫૯૪ અને રૂ.૨૪૭ના આ નવા પ્લાન કંપનીએ ગુરુવારે લોન્ચ કર્યા હતાં.

રૂ.૫૯૪ના પ્લાનમાં જિઓ ફોન ગ્રાહક દૈનિક અનલિમિટેડ ડેટા અને જિઓ એપ્લીકેશન બંન્ને ૧૬૮ દિવસ માટે એટલે કે લગભગ છ મહિના માટે વાપરી શકશે. અનલિમિટેડ ડેટાની દૈનિક 4G સ્પીડ ૫૦૦ MB સુધી માર્યાદિત રહેશે. જો ગ્રાહક તેના કરતા વધારે ડેટા ઉપયોગમાં લેશે તો સ્પીડ ઘટી ૬૪ kbps થઇ જશે. આ પ્લાનમાં ૨૮ દિવસ સુધી ૩૦૦ SMS પણ મફત આપવામાં આવશે.

જ્યારે રૂ.૨૯૭ના પ્લાનમાં જિઓ ફોન અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ, કોઇપણ શરતો વગર વાપરી શકશે. આ પ્લાનમાં દર મહીને ૩૦૦ SMS અને રોજનો ૫૦૦ MB ડેટા પણ મળે છે. જો ગ્રાહક રોજની ૫૦૦ MBની મર્યાદા કરતા વધારે ડેટા વપરાશ કરે તો ડેટાની સ્પીડ ઘટીને ૬૪ kbps કરવામાં આવશે. આ પ્લાનની મુદ્દત ૮૪ દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના છે.

જિઓ ફોન ૨.૪ ઇંચના ડિસ્પ્લે સાથે T9 કીબોર્ડ સાથે આવે છે. આ ફોનમાં ૨ મેગા પિક્સેલનો કેમેરા છે અને ફ્રન્ટમાં ૦.૩ મેગાપિક્સેલનો VGA કેમરા છે. આ ફોન KaIOS ઉપર ચાલે છે. જિઓ ફોન 4G VoLTE સાથે એફએમ રેડિયો, બ્લુટુથ, Wi-Fi, GPS અને NFC જેવી ચીજોને સપોર્ટ કરે છે. ફોનમાં MyJio, JioMusic, JioTV અને અન્ય જિઓ એપ્સ પહેલેથી જ આપવામાં આવે છે.