ટિકટોક, મેસેન્જરે સૌથી ઓછા સમયમાં 100 યુઝર્સ જોડ્યા

નવી દિલ્હીઃ વિશ્વમાં સોશિયલ મિડિયાનો ક્રેઝ ઘણા લોકોમાં છે, કેમ કે આજના સમયમાં એ બિઝનેસ, પર્સનલ અને તમામ ચીજવસ્તુઓ માટે લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ટિકટોક અને મેસેન્જરે સૌથી ઓછા સમયમાં 100 કરોડ યુઝર્સને જોડ્યા છે. જોકે એ માટે ફેસબુકને સૌથી વધુ સમય લાગ્યો હતો.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ફેસબુકને 100 કરોડ યુઝર કરતાં 8.7 વર્ષનો સમયગાળો લાગ્યો હતો, જ્યારે ટિકટોકને 100 કરોડ યુઝર્સ કરતાં માત્ર 5.1 વર્ષનો સમયગાળો લાગ્યો હતો, જ્યારે મેસેન્જરને ટિકટોક કરતાં પણ ઓછો એટલે કે 4.9 વર્ષનો સમય લાગ્યો હતો. આ સાથે વોટ્સએપને 8.5 વર્ષ, યુટ્યુબને 8.1 વર્ષ ઇન્સ્ટાગ્રામને 7.7 વર્ષ, વીચેટને 7.1 વર્ષ લાગ્યાં હતાં.

ટિકટોક બધાની સૌથી પસંદગીની એપ છે, પણ ભારતે ચીન સાથેના સંઘર્ષ દરમ્યાન એને બેન કરી હતી. જોકે વર્ષ 2021ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં એને સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. Google App Store પર એ સૌથી વધુ ડાઉનલોડ થનારી બીજી એપ છે. બંને પ્લેટફોર્મ પર વિશ્વમાં આ એપના 384.6 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. ટિકટોક લોકો માટે એક મનોરંજનનું માધ્યમ છે, જેમાં લોકો શોર્ટ વિડિયો બનાવીને શેર કરે છે.