ભારતમાં હવે આ કંપની આપશે ભાડેથી ફર્નિચર, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ તાજેતરમાં જ ફર્નીચર બનાવનારી સ્વીડનની કંપની IKEA એ ભારતમાં પોતાનો શો-રુમ ખોલ્યો છે પરંતુ IKEA માં મોંઘુ ફર્નિચર ખરીદવું સરળ નથી. જો તમે IKEA ના ખૂબસૂરત ફર્નીચરનો ઉપયોગ કરવા ઈચ્છો છો પરંતુ મોંઘા હોવાના કારણે ખરીદી શકતા નથી તો તમે ખૂબ ઓછા પૈસા ખર્ચ કરીને માસિક ભાડા પર ફર્નીચર પોતાના ઘરે લઈ જઈ શકો છો.

RentoMojo દ્વારા તાજેતરમાં જ IKEA ઈન્ડિયા સાથે કરાર કર્યા છે જે અનુસાર દેશના આંઠ શહેરોમાં IKEA ના ફર્નીચર રેન્ટ પર લઈ જઈ શકો છો. આ સ્કીમને રેન્ટલ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ નામ આપવામાં આવ્યું છે. અત્યારે મુંબઈ, પૂણે, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્ગી, ગુરુગ્રામ, અને નોઈડા જેવા શહેરોમાંથી આપ ભાડા પર ફર્નીચર લઈ શકશો.

અત્યારે IKEA ની 14 પોડક્ટ્સને rentomojo ની વેબસાઈટ પર ભાડે ફર્નિચર લેવા માટે ઓર્ડર કરી શકાય છે. સૌથી ઓછુ ભાડુ ટીવી બેંચનું માત્ર 49 રુપિયા છે. જ્યારે સૌથી વધારે ભાડુ Nesttun Bed નું 650 રુપિયા પ્રતિ માસ છે. આ પ્રોડક્ટ્સમાં કિડ્સ ફર્નીચરની એક રેન્જનો પણ સમાવેશ થાય છે. આ તમામ હોમ ફર્નીચર છે.