વીઆઈપી હેર કલર શેમ્પૂ છે અમોનિયારહિત, ડાઘરહિત શેમ્પૂ

હેલ્થ, લાઈફસ્ટાઈલ અને હોમ અપ્લાયન્સીસ જેવી ઈ-કોમર્સ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ચેન્નઈસ્થિત બાયહેપ્પી માર્કેટિંગ એક ઓનલાઈન ટેલીમાર્કેટિંગ કંપની છે. એણે એક એવું અનોખું અને સુગમતાભર્યું શેમ્પૂ – વીઆઈપી હેર કલર શેમ્પૂ લોન્ચ કર્યું છે જે સફેદ વાળની સમસ્યામાંથી આસાનીથી છૂટકારો અપાવે છે. આ શેમ્પૂ વિશિષ્ટ એ રીતે છે કે તે પોતે જ એક હેર કલર તરીકે કામ કરે છે. વળી તે અમોનિયારહિત, ઈન્સ્ટન્ટ કલર અને ડાઘરહિત પ્રોડક્ટ છે. એનો ઉપયોગ ખૂબ સુગમતાભર્યો છે. કંપની પાસે હર્બલ પ્રોડક્ટ્સ ડેવલપ કરવા માટે એક સક્ષમ રીસર્ચ અને ડેવલપમેન્ટ ટીમ છે. કંપનીનો દ્રષ્ટિકોણ ગ્રાહકોને 100 ટકા સંતુષ્ટિ પ્રાપ્ત થાય એવી સેવા પૂરી પાડવાનો છે.

આ શેમ્પૂને બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય અને ટેલિવિઝન પ્રેઝન્ટર સમીર કોચરે તાજેતરમાં ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં લોન્ચ કર્યું હતું. વિવિકે વીઆઈપી હેર કલર શેમ્પૂનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

વિવેકે ભારપૂર્વક જણાવ્યું કે દક્ષિણ ભારતે અનેક ગ્રેટ ચીજવસ્તુઓ આપી છે અને આ શેમ્પૂ પણ એવી ગ્રેટ ચીજવસ્તુઓની યાદીમાં સામેલ થશે. આ એક જ પ્રોડક્ટ હજાર પ્રોડક્ટનું કામ કરે એવી છે.

સમીર કોચરનું કહેવું છે કે આ શેમ્પૂનો મેં ખુદ ઉપયોગ કર્યો છે અને એ સરસ રીતે કામ કરે છે. એ લગાડવાથી તમારા હાથ કે ખોપરી પર ડાઘ પડતા નથી કે તમારે વાળને ડાઈ કર્યા બાદ બે દિવસ સુધી ઘરમાં પણ પડ્યા રહેવું પડતું નથી. 

httpss://youtu.be/dx-60nIomFc