હવે રોડ પર દોડશે સૌથી નાની કાર, મોદી સરકારે આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે quadricycle ને મંજૂરી આપી દીધી છે. રોડ એન્ડ ટ્રાંસપોર્ટ મિનિસ્ટ્રીએ શુક્રવારના રોજ આ વાહનને પ્રાઈવેટ વ્હિકલ તરીકે ઉપયોગ કરી શકાશે તેવી અધિસૂચના જાહેર કરી છે. Quadricycle યૂરોપિયન વ્હીકલ કેટેગરી છે જે ફોર વ્હિલર માઈક્રો કાર સ્વરુપે ઓળખાય છે. આનું વજન, પાવર અને સ્પીડની મેક્સિમમ લિમિટ છે. બજાજ ઓટો આ કેટેગરીનું ફોર વ્હિલર લોન્ચ કરી ચૂકી છે અને આની સંભવિત કીંમત 1.28 લાખ રુપિયા છે.

બજાજ ઓટોએ quadricycle કેટેગરીની Qute કારને 2012ના દિલ્હી ઓટો શોમાં RE60 નામે રજૂ કરી હતી. ભારતમાં quadricycle ને મંજૂરી ન મળી હોવાના કારણે આ માર્કેટમાં આવી શકી નહોતી. જૂન 2018માં કેન્દ્ર સરકારે quadricycleની અલગ અલગ કેટેગરીની જાહેરાત કરી હતી હવે સરકારે આને પર્સનલ વ્હિકલ તરીકે ઉપયોગમાં લેવા સંબંધિ નોટિફિકેશન જાહેર કર્યું છે.

બજાજ Qute માં 216.6 સીસીનું એન્જિન છે. પેટ્રોલથી ચાલનારી આ કાર સીએનજી અને એલપીજી વેરિએન્ટમાં પણ ઉપ્લબ્ધ હશે. આ કારની મેક્સિમમ સ્પીડ 70 કિલોમીટર અને પીક પાવર 13.2 પીએસ છે. આમાં પર્ફોર્મન્સ અને કંટ્રોલ વધારનારા વોટર કૂલ્ડ ડિજિટલ ટ્રાઈ સ્પોર્ટ ઈગ્નીશીયન 4 વાલ્વ એન્જિન લાગેલું છે. આ કારનું વજન 450 કિલોથી ઓછું છે.

મિનિસ્ટ્રીએ જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે મંત્રાલયે મોટર વ્હિકલ એક્ટ 1988 અંતર્ગત ક્વાડ્રીસાઈકલને એક નોન ટ્રાંસપોર્ટ વાહન સ્વરુપે સમાવિષ્ટ કરવામાં આવે છે.