RBIએ કાર્ડથી ‘ઓફલાઇન’ ચુકવણી માટે મર્યાદા નક્કી કરી  

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પાઇલટ આધારે ઓફલાઇન એટલે કે વિના ઇન્ટરનેટના કાર્ડ, વોલેટ અને મોબાઇલ દ્વારા નાની રકમના પેમેન્ટની મંજૂરી આપી છે. જેના હેઠળ એક વખતે 200 રૂપિયા સુધીની ચુકવણીની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલનો હેતુ એ જગ્યા પર ડિજિટલ લેવડદેવડ માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવાનો છે. જ્યાં ક્નેક્ટિવિટી નથી અથવા સ્પીડ બહુ ધીમી છે.આ બાબતે જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર પાઇલટ સ્કીમ હેઠળ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર (PCO), બેન્ક અને નોન-બેન્ક ઓફલાઇન ડિજિટલ ચુકવણીની રજૂઆત કરી શકે છે, એટલે કે આ પ્રકારથી ચુકવણી માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર નહીં હોય.

પાઇલટ યોજનાના અંતર્ગત એ પેમેન્ટ કાર્ડ, વોલેટ અથવા મોબાઇલ ઉપકરણો અથવા અન્ય કોઈ માધ્યમથી કરવામાં આવી શકે છે. આના માટે કોઈ પણ પ્રકારની ખરાઈની જરૂર નહીં હોય. આમાં એક વારની ચુકવણીની મહત્તમ મર્યાદા 200 રૂપિયા હશે. આના દ્વારા કોઈ પણ સમયે 2000 રૂપિયા સુધી કુલ ચુકવણીની મર્યાદા હશે.

ઓનલાઇન તરીકેથી વધારાની ખરાઈ સાથે મર્યાદાને ફરીથી નિર્ધારિત કરી શકાય છે. પાઇલટ સ્કીમ 31 માર્ચ, 2021 સુધી ચાલશે. પાઇલટ યોજનાથી પ્રાપ્ત અનુભવને આધારે RBI આ સંદર્ભે ઔપચારિક વ્યવસ્થા સ્થાપિત કરવા વિશે નિર્ણય કરશે.

RBIના અનુસાર PSO ટ્રાન્ઝેક્શન થતાં જ યુઝરને લેવડદેવડની રકમ વિશે રિયલ ટાઇમ પર માહિતી ઉપલબ્ધ કરાવશે. કેન્દ્રીય બેન્કે એ પણ કહ્યું હતું કે PSOને ઓનલાઇન વિવાદ સમાધાન (ODR) લાગુ કરવાનું રહેશે. ડિજિટલ લેવડદેવડ વધવાની સાથે વિવાદ અન  ફરિયાદો પણ વધી છે.

RBI ગવર્નરે શું કહ્યું?

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેન્ક કંપનીઓને ઓફલાઇન પેમેન્ટ સોલ્યુશન વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કરતી રહી છે. આ માટે પાઇલટ યોજના હેઠળ લોકોનાં હિતો, દેવાંની સુરક્ષા વગેરેનું ધ્યાન રાખતાં નાની રકમની ચુકવણીને મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે.

શું છે હેતુ

RBIએ કહ્યું હતું કે કે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ઇન્ટનેટનો અભાવ અથવા એની સ્પીડ ઓછી છે, ત્યાં ડિજિટલ ચુકવણીના રસ્તામાં મોટી અડચણ છે. એને જોતાં કાર્ડ, વોલેટ અને મોબાઇલ ઉપકરણોના માધ્યમથી ઓફલાઇન ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. એનાથી ડિજિટલ ચુકવણી વધુ પ્રોત્સાહન મળવાની આશા છે. આમાં ફરિયાદોના સમાધાનની એ વ્યવસ્થા નિયમ આધારિત અને પારદર્શી હશે. આમાં માનવીય હસ્તક્ષેપ નહીં હોય અથવા જો હશે તો બહુ ઓછી હશે. આ પહેલનો હેતુ વિવાદો અને ફરિયાદોનો સમય પર અને અસરકારક રીતે સમાધાન કરવાનો છે.